Thursday 4 July 2013

પ્રયોગાત્મક શિક્ષણ નવચેતન -જુલાઈ ૨૦૧૩

                            પ્રયોગાત્મક શિક્ષણ !!
                                                                 લેખક : મૌલેશ મારૂ
                                                                                                                                    
                               શિક્ષણ માં આધુનિકરણ ની અત્યંત આવશ્યકતા !!     
                                   શિક્ષણ માં આમૂલ પરિવર્તન અત્યંત જરૂરી !!          
                                      આજે શિક્ષક ખરેખર ગુરુછે કે લઘુ ?                  
                                         
અને આવા બધા  આડા અવળા શબ્દાલંકાર , તોપ ના ગોળા ની જેમ , અશિક્ષણશાસ્ત્રીઓ વાસ્તવ માં રાજકીય નેતા , શિક્ષણસંસ્થા ના ટ્રસ્ટી કે શિક્ષણખાતાના અધિકારી કે કર્મચારીઓ ના મુખમાંથી સાંભળીને બાળપણ ની યાદ આવે છે , મારા કોઈ હિતેચ્છુ વડીલ ની સલાહ માની એક દિવસ મારા પિતાજી આદેશ આપ્યો (અમારા વખત માં એટલે આજ થી ૫૦ -૬૦ વર્ષ પહેલા પિતાજી આદેશ આપી શકતા , તેમનો સામાજિક બંધારણીય અધિકાર હતો ) આવતી કાલ થી શાસ્ત્રીજી ના વર્ગ માં તબલાં શીખવા જવાનું છે .ખૂબ  અણગમતાં મને તેમના આદેશ નું પાલન કરી મેં તબલાં શીખવાનું શરુ કર્યું . મારા તબલાં ગુરુ ખરેખર કલાકાર હતા એટલે સ્વાભાવિક રીતે હું તેમના સ્વભાવ નો ગેરલાભ ઉઠાવતો. ગુરુજી મને  ત્રિતાલ શીખવવાનો ખૂબ  પ્રયત્ન કર્યો પરંતુ મને તેમાં  , ૯મી  માત્રા ખાલી “  , ૧૬ મી માત્રા સમ અને આડા અવળા કમ્પોઝીશનો  તોડા ”   એટલુંજ યાદ રહે, અમાર   કાર્યક્રમ કંઈક આવી રીતે શરુ થાય
       ઉસ્તાદ આવી અને પૂછે  ; કેમ શું ચાલેછે ?                                                                         
                   હું જવાબ આપું રિયાજ 
જરા ગૂંચવણ માં પડી તેઓ કહે કે; તબલાં પર હાથ મૂક્યા વગરજ રિયાજ ?
હું કહું કે આતો ૯મી  માત્રા છે અથવા કહું કે ૧૬ મી માત્ર પૂરી થઈ છે .
ગુરુજી ના મુખ પર થોડો ગુસ્સો દેખાય એટલે એકદમ ,તબલાં પર મન ફાવે તેમ ધડાધડ હાથ મારવા માંડુ-
તબલાં ની ધનાધન માં બૂમબરાડા સાથે   સંવાદ આગળ ચાલે ,
શું માંડ્યું છે ?
તોડા !
ગુરુ બહુ સ્પષ્ટ વક્તા અને હું કોઈ સત્તાધારી નહીં એટલે ત્રિતાલ શીખ્યા વગરજ મને સંગીતશાળા માંથી રજા મળી. વાત ને વર્ષો વીતી ગયાં , હું મહાવિદ્યાલય માં અધ્યાપક તરીકે નોકરી માં જોડાયો અને તેમાં પણ ત્રીશેક વર્ષ પૂરા કર્યા, એક દિવસ ઓચિંતાંના મારા થોડા દિવસ ના તબલાં ગુરુ મળી ગયા ,તેઓ મને ઓળખી ગયા અને ખૂબજ પ્રેમ પૂર્વક મારી કારકિર્દી વિષે જાણી મને કહે , હાલ માં શું ચાલે છે ?
    જવાબ માં મેં કહ્યું હાલ માં તોડાચાલેછે .
       ગુરુજી કહે એલા આટલા વર્ષો બાદ પણ એજ મશ્કરી ?
            મેં કહ્યું નહિ સાહેબ તો મહાવિદ્યાલય ના અધ્યાપન ની અણગમતી વાસ્તવિકતા છે . શિક્ષણ ની બાબત માં પહેલા દશ વર્ષ ખાલીપછી ના દશ વર્ષ સમપર અને છેલ્લા તબક્કા માં તોડાબસ નોકરી પૂરી !
શિક્ષણ માં પ્રયોગ ની જરૂર છે. નવીનતા લાવવી જોઈએ , શિક્ષણ માંજ --- કારણ  શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્ર માં ક્રાંતિ લાવવી  પરવડે તેમ નથી . એકજ ક્ષેત્ર એવું છે કે તેમાં ગમે તેવા પ્રયોગો તાત્કાલિક જોખમ ઊભું કરતા નથી , અને ભારત ના ભવિષ્ય ની તો કોઈ ચિંતા કરી હોય તેવું મારી જાણ  માં નથી.અને શિક્ષણ ક્ષેત્ર માં પ્રયોગ એટલે ફાયદો ફાયદો .અને મજા તો છે કે આખા માળખાનું મહત્વનું અંગ શિક્ષક લક્ષ્મણ ના કટાક્ષચિત્ર નાકોમનમેન જેવો ભાગ ભજવેછે .એણે તો દરેક ને અનુસરવાનું!!  શિક્ષક ની વાત ફરી કોઈવાર , અત્યારે તો શિક્ષણ ની વાત કરીએ, પહેલાના સમય માં બાળક વર્ષ નું થાય ત્યારેજ પ્રાથમિક શાળામાં પ્રવેશ મળે ,ત્યાર બાદ બાલમંદિર ની પ્રથા અસ્તિત્વ માં આવી ,અને બાલમંદિર માં પ્રવેશ મેળવવો કેટલું મુશ્કેલ છે તે આપણે જાણીએ છીએ , બાળક ના જન્મ પહેલાં બાલમંદિર ના પ્રવેશ ની ચિંતારુ થઈ જાય ,અને પ્રવેશ માટે ડોનેશન ના પૈસા પણ ભેગા કરવાની ચિંતા શરુ , અને બાલમંદિર પૂર્ણ થાય ત્યાં પ્રાથમિક શાળા ની ચિંતા !
મારી પૌત્રી ખૂબ આધુનિક નર્સરી અને કેજી સ્કૂલ માં ભણેછે , એક દિવસ શ્રવણ ની વાર્તા કહી ને તેને કહ્યું જો બેટા , માબાપ ની સેવા કરવી જોઈએ ,શ્રવણ ની જેમ ,
       જવાબ મળ્યો કે  દાદા! શ્રવણ ની જેમ માબાપ ની સેવા કરાય !
             મેં કહ્યું કેમ ?
             મરવું પડે શ્રવણ ની જેમ !!                    
              શિક્ષણ નું આધુનિકરણ !!
     બાલમંદિર . અને શાળા કક્ષા ના શિક્ષણ ના પ્રયોગો નો ખૂબ મોટો ઇતિહાસ લખી શકાય પરંતુ તેનાથી પણ લાંબો ઇતિહાસ ઉચ્ચશિક્ષણનો છે . થોડી  ઉચ્ચશિક્ષણ ની  વાત કરીએ  ,મને બરાબર યાદ છે કે, ૧૯૫૮ ની સાલ માં મારે કૉલેજ ની પ્રથમ વર્ષ ની પરીક્ષા આપવાની હતી , ૧૯૫૭ સુધી પરીક્ષા કૉલેજ ને  પોતાની રીતે લઈને પરિણામ આપવાની સ્વતંત્રતા હતી, પરંતુ અમારા વખત થી પરીક્ષા ને યુનિવર્સિટી કક્ષા લેવાનું નક્કી કર્યું . જેની અસર ધાર્યા પ્રમાણે થઈ અને પરિણામ ખૂબજ નીચું આવ્યું, વિદ્યાર્થી , વાલી અને નેતાઓ ખૂબ ધમાલ મચાવી ફળસ્વરૂપ એક નવો પ્રયોગ , ATKT(Allowed to keep  terms), અસ્તિત્વ માં આવ્યો ,જે આજ પણ વિદ્યાર્થીને  પ્રિય છે . કૉલેજ નો અભ્યાસ પૂરો કર્યાબાદ હું કૉલેજ માં પ્રાધ્યાપક તરીકે જોડાયો ,તે અરસા માં વળી પાછો નવો પ્રયોગ ,  “આંતરિક મૂલ્યાંકનઅસ્તિત્વ માં આવ્યો જેમાં ૩૦% ગુણ કૉલેજ પરીક્ષાના અને ૭૦% ગુણ યુનિવર્સિટીપરીક્ષાના , પરીક્ષા થી વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો ની પકડ માં આવ્યા  અને સાથે સાથે કૉલેજ માં પણ ટ્યૂશન પ્રથા અસ્તિત્વ માં આવી .ઉચ્ચશિક્ષણ ના જુદા જુદા પ્રયોગો નો ઇતિહાસ તો ઘણો લાંબો છે ,અહીતો  તો કેટલાક રસપ્રદ શૈક્ષણિક  પ્રયોગો ની ચર્ચા કરીએ . કૉલેજ શિક્ષણ માં પ્રયોગો કરવા જોઈ તેવું જ્ઞાન ઉનાળા વેકેશન દરમ્યાન ત્રણેક સમરકેમ્પ ભર્યા બાદ આવ્યુંમને ખાતરી થઈ ગઈ કે અધ્યાપન માં ક્રાંતિ લાવવાની સખત જરૂર છે, લાવી દીધી ક્રાંતિ સ્નાતક કક્ષા ના વિદ્યાર્થીઓને સાપેક્ષવાદ શીખવ્યો . સમય ની સાપેક્ષતા શીખવવા માટે ઉદાહરણ આપ્યું કે,
કોઈ સ્વરૂપવાન સ્ત્રી સાથે વાત કરતા હોઈ તો કલાકો ક્યાં પસાર થાય છે તેની જાણ પણ રહેતી નથી પરંતુ કોઈ બદસૂરત પ્રાણી પાસે બેઠા હોઈએ તો એક સેકન્ડ પણ કલાક જેવડી લાગે . પરીક્ષા માં વર્ગ ના માંથી વિદ્યાર્થીઓએ લખ્યું કે---ટૂંકમાં  અઈન્સ્ટાઈન ના સાપેક્ષ વાદ મુજબ સ્વરૂપવાન સ્ત્રી સાથે સમય જલદી પસાર થાય છે .
. આવા ઘણાબધા પ્રયોગો કર્યા પછી સમજાયું કે જ્યાં સુધી પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર નહિ થાય ત્યાં સુધી બધા પ્રયોગો નકામા છે . અને બીજી અગત્ય ની વાત જ્યાં સુધી ખરાબ પરિણામ માટે  યુનિવર્સિટી ને દોષિત ગણવામાં આવે છે ત્યાં સુધી અધ્યાપક સુરક્ષિત છે , જયારે એવી પધ્ધતિ આવશે કે જેમાં વિદ્યાર્થી ના પરિણામ માટે તેને ભણાવનાર અધ્યાપક દોષિત ગણાશે ત્યારેજ અધ્યાપન માં સાચી ક્રાંતિ આવશે,જોકે અધ્યાપકો ગભરાવાની જરાય જરૂર નથી કારણ માટે એક અધ્યાપક પાસે વિદ્યાર્થી ની સંખ્યા  અલ્પ હોવી જોઈએ અને તેમ કરવા માટે જે ખર્ચ થાય તે કરવાની સરકાર ની તૈયારી જરૂરી છે ,જે હાલ ના તબક્કે તો શક્ય લાગતું નથી . ટૂંકમાં વિદ્યાર્થી છેલ્લો મહિનો વાંચે અને પરીક્ષા માં પાસ થાય તેને બદલે નિરંતર અભ્યાસ મુખી થાય અને સરકાર ને કે યુનિવર્સિટી ને વધુ ખર્ચ પણ   થાય તેવી પધ્ધતિ અસ્તિત્વ માં આવી સેમેસ્ટર પદ્ધતિ ર્ષ માં એક વાર્ષિક પરીક્ષા ને બદલે ,દરેક સત્ર ના અંતે પરીક્ષા ,એટલેકે વર્ષ માં બે વાર પરીક્ષા. એક સત્ર માં જેટલું ભણ્યા તેની પરીક્ષા આપવાની.
એક અધ્યાપકમિત્ર  ને પૂછ્યું કેવી લાગી સેમેસ્ટર પધ્ધતિ ?
તાલી દઈને ઉછળી ને હસતાં હસતાં કહે અરે ! બહુજ સરસ વર્ષ માં બે વખત પરીક્ષક ની નિમણૂક મળવા લાગી ----
ઘણા પ્રોફેસર ( વ્યાખ્યા :- કૉલેજ માં અધ્યાપન કાર્ય કરતા કોઈ પણ અધ્યાપક ) , સ્કૂટર ,મોટર ફેરવવા માંડ્યા , સેમેસ્ટર ની શરૂઆત થતાં થોડા વર્ષો માં એટલો મોટો ફેરફાર શી રીતે થઈ ગયો ? તર્કશાસ્ત્ર ના એક પ્રાધ્યાપક ને પૂછ્યું ,તેઓ કહે તો વિજ્ઞાન નો નિયમ છે ,વિજ્ઞાન ના પ્રોફેસર થઈને તમને ખબર નથી?
મેં ડોકું ધુણાવી ને ના પડી
મને સમજાવતા તેઓ કહેવા લાગ્યા , વિદ્યુત પ્રવાહ વહેવા માટે પરિપથ (Circuit) પૂરો થવો જોઈએ, બરાબર ને ?

મેં કહ્યું હા
બસ તો અહીં પણ પરિપથ માં પ્રવાહ પૂરો થવાની વાત છે .
મારા ચહેરા પર  ના ભાવ જોઈ ને પ્રોફેસરીયું હસી ને કહે કે ના સમજ્યા, બ્લેકમની , કાળા નાણા ની વાત કરુછું,
તેને યોગ્ય રીતે વહેવા માટે  , બ્લેક મની ધરાવતા મહાનુભાવો  નાં સંતાનો  , સારા માર્ક થી પાસ થાય તેને માટે પૈસાજ વપરાય ને ? ------હે---હે---હે, vicious circle ના પરિપથ નું એક તત્વ શિક્ષક  પણ શા માટે હોઈ શકે?
ખરેખર શિક્ષણ ની પરિસ્થિતિ કેવી છે ?આજ ની શિક્ષણ પધ્ધતિ થી શું ફાયદો થાય છે સમાજ ને કે વિદ્યાર્થી ને?
એક વાત યાદ આવે છે  --- એકવાર વર્ગ માં શિક્ષકે ચિત્ર બનાવવાનું કહ્યું એક વિદ્યાર્થી સાવ કોરો કાગળ લઈ ને ગયો . શિક્ષક ગુસ્સે થઈ ને કહે , તો કોરો કાગળ છે , આમા ચિત્ર ક્યાં છે ?
વિદ્યાર્થી કહે સાહેબ આતો ઘાસ ખાતી ગાય નું ચિત્ર છે .
ઘાસ ક્યાં ?
ગાય ખાઈ ગઈ .
ગાય ક્યાં ?
ઘાસ ખાધા પછી ગાય ને ત્યાં ઉભા રહેવાનું પ્રયોજન શું છે ?
તમે ક્રાંતિકારી હો તો કહો કે ,શિક્ષક ની ભૂલ કહેવાય ,તેણે બીજો પ્રશ્ન પહેલા પૂછવો જોઈએ .અરે મારા સાહેબ શિક્ષક એમ કરે તો શું થાય ખબર છે ? ---હડતાલ ---અને જો વિદ્યાર્થી ટ્રસ્ટી નો સગો હોય તો ઓછાપગાર  માં નોકરી કરતા બિચારા શિક્ષક ની નોકરી પણ જોખમ માં મુકાય જુદું, માટે વધુ વિચારવાને બદલે પ્રેમ થી બોલો કે સરસ્વતી માતકી જય ----
સરસ્વતી નો અર્થ જાણો છો ?
” = સગાવાદનો

”= રખડવાનો  

સ્વ” = સ્વમાન ને ઘેર મૂકી ને અધ્યાપન કરવાનું (શિક્ષક માટે)
તી” = તિલક -----   સમજાણું?---
 તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર |

શિક્ષણ ના કયા ક્ષેત્ર ની વાત કરવી તે બાબત પ્રારંભ માં થોડી અસમંજસ જરૂર થાય પણ મને તો લાગે છે કે બાલમંદિર ,પ્રાથમિક, માધ્યમિક ,ઉચ્ચતર માધ્યમિક કેપછી મહાવિદ્યાલય ગમે તે કક્ષાએ શિક્ષણ માં પ્રયોગો થતાજ રહે છે , ભક્ત કવિ નરસિંહ મહેતા ના શબ્દ માં કહી એતો

                      ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવાં , અંતે તો હેમ નું હેમ હોયે .

 -----------------------------X-----------------------------